કાલાવડ એપીએમસીમાં ખેડૂતોને જણસીના સારા ભાવ મળતા વિવિધ જણસી ભરેલ વાહનોની લાંબી કતારો લાગી હતી. ખેડૂતો મોટી સંખ્યામાં જણસી લઇ યાર્ડ ખાતે પહોંચ્યા હતાં.
કાલાવડ-જામનગર હાઈ-વે ઉપર આવેલા એપીએમસીમાં ખેડૂતો જણસીના વેચાણ માટે મોટી સંખ્યામાં પહોંચ્યા હતાં. ખેડૂતોને ઘર આંગણે સારા ભાવો મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. કપાસ, મગફળી સહિતની જણસીની ખેડૂતોની લાંબી લાઈનો લાગી હતી. એપીએમસીથી શિતળા માતાજીના મંદિર સુધી બે કિલોમીટર વાહનોની વાહનોની કતારો લાગી હતી. એપીએમસી દ્વારા પણ ખેડૂતોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી.