કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વારએ આરોપ લગાવ્યો કે રામમંદિર નિધિ સમર્પણ અભિયાનના કાર્યકર્તાઓ કર્ણાટકમાં રામમંદિરના નામ પર પૈસા ભેગા કરી રહ્યાં છે પરંતું જે પૈસા નથી આપી રહ્યાં તેનું નામ લખી રહ્યાં છે. એવામાં મને નથી ખબર કે તે લોકો આવું શા માટે કરી રહ્યાં છે.
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીએ અયોધ્યમાં બની રહેલા રામમંદિરને લઈને ભેગાં થઈ રહેલા ફાળા પર સવાલો ઊભા કર્યાં. કુમારસ્વામીનું કહેવું છે કે કર્ણાટકમાં જે લોકો ફાળો નથી આપી રહ્યાં તેમનું નામ કેટલાંક લોકો નોંધી રહ્યાં છે.
કુમારસ્વામીએ આરોપ લગાવ્યો કે રામમંદિર નિધિ સમર્પણ અભિયાનના કાર્યકર્તા કર્ણાટકમાં રામમંદિરના નામ પર પૈસા એકઠાં કરી રહ્યાં છે. પરંતું જે પૈસા નથી આપતા તેમનું નામ લખી રહ્યાં છે એવામાં મને નથી ખબર કે તે લોકો આવું કેમ કરી રહ્યાં છે. નાઝીઓએ જે જર્મનીમાં કર્યું હતું તેવું જ RSS અહીં પણ કરી રહ્યું છે.