Tuesday, December 24, 2024
Homeરાજ્યકલ્યાણપુરના જુવાનપુર ગામે ઘરફોડી

કલ્યાણપુરના જુવાનપુર ગામે ઘરફોડી

રૂા. 1.91 લાખનો મુદ્દામાલ ઉસેડી જતા તસ્કરો

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે રહેતા એક આસામીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી, આ મકાનમાંથી દાગીના તથા રોકડ સહિત કુલ રૂા. 1.91 લાખના મુદ્દામાલની ચોરી થવા સબબ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે રહેતા દિલીપભાઈ લખુભાઈ કણજારીયા નામના 39 વર્ષના સતવારા યુવાનના રહેણાંક મકાનમાં રવિવાર તા. 7 ના રોજ સવારે 11 વાગ્યાથી ગઈકાલે સોમવારે વહેલી સવારના પાંચેક વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મકાનના રૂમની બારી તોડી અને ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. આ મકાનમાં રાખવામાં આવેલા રૂપિયા 1.58 લાખ રોકડા તથા રૂા.30 હજારની કિંમતની એક તોલા સોનાની બે જોડી બુટી ઉપરાંત રૂા.2,000 ની કિંમતના ચાંદીના સદરા વિગેરે મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હતા.

આમ, તસ્કરોએ રૂા.1,90,700 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવા સબબ દિલીપભાઈ કણજારીયાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 457 તથા 380 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જે સંદર્ભે અહીંના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીના વળપણ હેઠળ કલ્યાણપુરના પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા દ્વારા આ પ્રકરણમાં જાણભેદુ હોવાની આશંકા સહિતની વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular