Thursday, January 9, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં ફૂટવેરની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

જામનગરમાં ફૂટવેરની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

તસ્કર બેલડીની અટકાયત : એક તસ્કર સામે જામનગર શહેર ઉપરાંત સુરત અને ભચાઉ તેમજ નવસારીમાં ચોરી અંગેના સાત ગુનાઓ

- Advertisement -

જામનગરમાં અંબર ચોકડી નજીક એક ફૂટવેરની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને મહત્વની સફળતા સાંપડી છે અને રોકડ રકમ સાથે બે તસ્કરોને પકડી પાડ્યા છે. જે પૈકીના એક તસ્કર સામે સુરત-જામનગર- નવસારી અને ભચાઉમાં ચોરી અંગેના સાત ગુના દાખલ થયા છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી કે. કે. ફૂટવેર નામની દુકાનમાં તસ્કરોએ પાછળની બારી તોડી અંદર પ્રવેશ કરી રૂપિયા 39,500 ની રોકડ રકમ અને આધાર કાર્ડ વગેરેની ચોરીની ફરિયાદ પછી સિટી બી. ડિવિઝનના પી.આઈ કે. જે. ભોયે તથા પીએસઆઇ સી.એમ. કાંટેલીયા ઉપરાંત ડી. સ્ટાફના એએસઆઈ હિતેશભાઈ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા, રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, મુકેશ સિંહ રાણા, તેમજ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરદીપભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા, સંજયભાઈ પરમાર, હિતેશભાઈ સાગઠીયા તેમજ મનહરસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા તપાસ દરમિયાન સીસીટીવી કેમેરાના આધારે કેટલાક ફૂટેજ મેળવી લઈ આરોપીઓને શોધવાના પ્રયત્નો કર્યા હતા. જેમાં જામનગરમાં પુનિત નગર વિસ્તારમાં રહેતા લાલો સોમા ભીલ તેમજ અનિલ કાકુ ભોણીયા નામના બે શખ્સને અટકાયતમાં લઈ તેની પાસેથી રૂા. 37,260 ની રોકડ રકમ અને ડુપ્લીકેટ આધાર કાર્ડ સહિતની સામગ્રી કબ્જે કરી લીધી છે.

પોલીસની પૂછપરછમાં લાલો ઉર્ફે ભીલ નામના શખ્સે જામનગર અને સુરત શહેરમાં અમરોલી પોલીસ મથકમાં બે ચોરીના ગુના નોંધાયા છે, જ્યારે નવસારીમાં એક અને ભચાઉ પોલીસ સ્ટેશનમાં ચોરીના ત્રણ ગુનાઓ નોંધાયા હોવાની કબુલાત આપી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular