Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરમયુરનગર આવાસમાંથી પાણીના ટાંકાના ઢાંકણાની ચોરી

મયુરનગર આવાસમાંથી પાણીના ટાંકાના ઢાંકણાની ચોરી

- Advertisement -

જામનગર શહેરના મયુરનગર આઠ માળિયા આવાસ વિસ્તારમાં રહેતાં મહિલાના બિલ્ડિંગની અગાસીમાં રહેલાં પાણીના ટાંકાના છ નંગ ઢાંકળા અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતાં.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં મયુરનગર આઠ માળિયા આવાસ વીંગ ડી 2 માં રૂમ નં.402 માં રહેતાં લતાબેન ચેલારામ મંગેના બિલ્ડિંગની અગાસીમાં રહેલા પાણીના ટાંકાના લોખંડના બે નંગ ઢાંકળા તથા વીંગ બી 2 માં રહેતાં અનિતાબેનના પાણીના ટાંકામાં બે નંગ ઢાંકળા તથા ભાવિશાબેન ચૌહાણ ના ડી 1 ના પાણીના ટાંકાના લોખંડના બે નંગ ઢાંકણા સહિત 6000 ના છ નંગ લોખંડના ઢાંકણાઓ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયાના બનાવની જાણ કરાતા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular