ખંભાળિયામાં જડેશ્વર ટેકરી સામે આવેલા અશોક મિલ કમ્પાઉન્ડ વિસ્તારમાં મૂળ ખંભાળિયાના વતની અને હાલ જામનગર ખાતે રહેતા વિશાલભાઈ મહેન્દ્રભાઈ વનરાવનભાઈ મોદી નામના લોહાણા વેપારીની એક ઓઈલ મિલમાંથી થોડા સમય પૂર્વે કોઈ અજાણ્યા તસ્કરોએ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી, આ ઓઈલ મિલમાં રાખવામાં આવેલા લોખંડની ફાઉન્ડેશન પ્લેટ, સીંગફોલ મશીનની લોખંડની પટ્ટીઓ, વજન કાંટાના લોખંડના મુદ્દામાલ સહિતની જુદી-જુદી ચીજવસ્તુઓ ચોરી કરીને લઇ ગયા હોવાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે ગુનો નોંધી, તસ્કરોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.