જામનગરમાં ઢીચડા રોડ પર નિલકંઠપાર્કના ગેઈટની સામે ખુલ્લા પ્લોટમાં કન્સ્ટ્રકશનની સાઈટ પરથી લોખંડના પાઈપ સહિત રૂા.3,69,600 ની કિંમતનો સામાન તસ્કરો ચોરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના મેહુલનગર એકસચેંજ રોડ પર રહેતાં કિરણભાઈ શિયાળ નામના યુવાનનું અંડરગ્રાઉન્ડ પાણીની પાઈપ નાખવાનો કોન્ટ્રાકટ નિલકંઠ પાર્કમાં આ કામગીરી ચાલુ હતી અને નિલકંઠ પાર્ક ગેઈટ નં.8 સામે આવેલા ખુલ્લા પ્લોટમાં લોખંડના પાઇપ પડેલા હતાં. જે પાઈપ બે સપ્તાહ પૂર્વે અજાણ્યા તસ્કરો પ્લોટમાંથી રૂા.2800 નો એક મીટર એવા લોખંડના અને બિલ્ડના 22 નંગ 132 મીટરના પાઈપ કે જે રૂા.3,69,600 ની કિંમતનો સામાન ચોરી કરી ગયા હતાં. આ ચોરી અંગેની જાણ કોન્ટ્રાકટર કિરણભાઈ દ્વારા કરવામાં આવતાં પીએસઆઈ કે.આર. સીસોદીયા તથા સ્ટાફે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.