જામનગર શહેરમાં મારૂતિ સૂઝૂકીના શો-રૂમ વિસ્તારમાંથી સાત હજારની કિંમતનો ઈન્ટરનેટનો ફાઈબર ઓપ્ટીકલ કેબલ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતાં.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં કામદાર કોલોની વિસ્તારમાં રહેતાં સંકિતભાઈ કાંતિભાઇ માલદે નામના વેપારી યુવાનનો પટેલ ટ્રાવેલ્સની ઓફિસ સામેથી મારૂતિ સૂઝૂકી સુધીના વિસ્તારમાંથી રૂા.7000 ની કિંમતનો ઈન્ટરનેટનો 600 મીટર ફાઈબર ઓપ્ટીકલ કેબલ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતાં. આ 600 મીટર વાયરની ચોરી અંગે વેપારી દ્વારા જાણ કરાતા હેકો ટી.કે. પાંભર તથા સ્ટાફે અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ગુનો નોધી તપાસ આરંભી હતી.