લાલપુર તાલુકાના મોટી વેરાવડ ગામની સીમમાં આવેલી લીમીટેડ કંપનીમાં 25 દિવસ દરમિયાન અજાણ્યા તસ્કરોએ બારી ખોલી રૂમમાં પ્રવેશ ખોલી અંદર રહેલી રૂા.4.53 લાખની કિંમતની 420 કિલો કોપર પ્લેટની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના વિભાપર ગામમાં રહેતાં સંદિપ અમૃતભાઈ પાણસરા નામના વેપારીની લાલપુર તાલુકાના મોટી વેરાવડ ગામની સીમમાં આવેલી લોડ શિવા ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લિ. નામની કંપનીના કારખાનાના એક રૂમમાંથી ગત તા.21 જુલાઈથી 16 ઓગષ્ટ સુધીના દિવસ દરમિયાન અજાણ્યા તસ્કરોએ રૂમનો લોક ખરાબ થઈ ગયેલ હોય તસ્કરોએ રૂમની બારી ખોલી અંદર પ્રવેશ કરી રૂા.4,53,000 ની કિંમતની 420 કિલો 12 કોપર પ્લેટના બંચની ચોરી કરી ગયા હતાં. આ ચોરીની જાણ થતા સંદિપભાઈ એ પોલીસમાં જાણ કરતા પીએસઆઈ વી.એસ. વાઢેર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.