જામનગર જીલ્લાના લતીપર ગામે રહેતા એક વૃદ્ધા પોતાના ઘરે રાત્રીના સમયે સુતા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ તેના ઘરનો દરવાજો તોડી રૂ.34000ની રોકડ તથા દાગીના મળી રૂ.48000નો મુદ્દામાલની ચોરી કરી જતાં ધ્રોલ પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામે રહેતા હેમીબેન છગનભાઈ માલાણી નામના વૃદ્ધ શનિવારના રોજ પોતાના ઘરે સુતા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સોએ તેના ઘરનો દરવાજો તોડી રૂમમાં આવેલ પટારામાં રાખેલ ચાંદીની વસ્તુઓ જેમાં નાળીયેર, ચાંદીના સાકરા, સિક્કા સોનાની બુટ્ટી, નાકમાં પહેરવાનો દાણો તેમજ રૂ.34000ની રોકડ મળી કુલ રૂ.48700ની માલમત્તાની ચોરી કરી જતા ધ્રોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.