જામનગર તાલુકના નાઘેડી ગામમાં રહેતાં યુવાનના બંધ મકાનમાંથી તસ્કરોએ દરવાજો તોડી કબાટમાં રાખેલી 30 હજારની રોકડ અને 1 લાખની કિંમતના સોનાના દાગીના મળી કુલ રૂા.1.30 લાખની માલમતા ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના વિગત મુજબ જામનગર તાલુકાના નાધેડી ગામમાં આવેલાં માધવ રેસીડેન્સીમાં 6/14માં રહેતાં ચિરાગ કાંતીભાઇ શિયાળ નામના યુવાનના બંધ મકાનમાં ગત્ રવિવારે રાત્રીના સમયે તસ્કરો ત્રાટકયા હતાં. તસ્કરોએ મકાનનો દરવાજો તોડી ઘરમાં રાખેલાં કબાટમાંથી રૂા.30 હજારની રોકડ અને રૂા.1 લાખની કિંમતના સોનાના 4 તોલાના દાગીના મળી કુલ રૂા.1.30 લાખની કિંમતની માલમતાની અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતા. આ ચોરીના બનાવની ચિરાગ દ્વારા જાણ કરતાં પીએસઆઇ સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.