જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા પેટા વિભાગ કચેરી હેઠળ આવતા શીશાંગ ગામ માંથી ચાલુ વીજ લાઈન માંથી 47,200ની કિમતના 3300 મીટર 55 એમ.એમ. વીજ વાયરની ચોરીના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકામાં નિકાવા પેટા વિભાગ કચેરી હેઠળ આવતા શીશાંગ ગામની સીમમાંથી 11 કે.વી. પાતા મેઘપર ફીડરની ચાલુવીજ લાઈન માંથી ગત તા.11 ના રાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ 47,200ની કિમતના 3300 મીટર 55 એમ.એમ. વીજ વાયરની ચોરી કરી નાશી ગયા હતા. આ અંગે ગૌરાંગભાઈ વાલજીભાઈ કુવારદા એ પોલીસમાં જાણ કરતા પોલીસે ચાલુ વીજ લાઈનના તાર કાપી સરકારી મિલકતને નુકશાન કરી વીજ લાઈનનો વીજ પ્રવાહ અટકાવી ગુનો કરવા અંગે અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ગુનો નોંધી હે.કો. આર.વી.ગોહિલ તથા સ્ટાફે તપાસ આરંભી હતી.