જામનગર શહેરના મોમાઈનગરમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત શાળા નં.50 માં અજાણ્યા તસ્કરોએ બારીની ગ્રીલ તોડી શાળામાં પ્રવેશ કરી લોખંડ તથા સનમાઈકાના દિવાલ-કબાટમાંથી લેપટોપ, કેમેરા, ટેબલેટ સહિતના રૂા.82,500 ની કિંમતનો સામાન ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગરના મોમાઈનગર શેરી નં.3 ના છેડે આવેલ નગરપ્રાથમિક શિક્ષણ સંચાલિત શાળા નં.50 માં મંગળવારે બપોરના 1:30 વાગ્યાથી 4:15 વાગ્યાના સુધીના સમયમાં અજાણ્યા તસ્કરોએ બારીની ગ્રીલ તોડી શાળાના રૂમમાં પ્રવેશ કરી લોખંડના તથા સનમાઈકાના દિવાલ કબાટમાંથી બે નંગ લેપટોપ, છ નંગ હેડફોન, 10 નંગ વેબકેમ, એક નંગ ટેબલેટ અને એક નંગ કેમેરો સહિત કેબલ વાયર અને વાયફાયનું બોકસ મળી કુલ રૂા.82,500 ની કિંમતનો સામાન ચોરી કરી ગયાની ઘટનાની જાણ થતા કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન પ્રજ્ઞાબા સોઢા સહિતના આગેવાનો દોડી ગયા હતાં અને પોલીસમાં જાણ કરાતા પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફે શાળાના આચાર્ય જયેશભાઈ વ્યાસના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.