Monday, December 23, 2024
Homeરાજ્યદ્વારકાના સુવિખ્યાત દ્વારકાધીશ મંદિર સંચાલિત વિશ્રામ ગૃહમાં ઘરફોડી

દ્વારકાના સુવિખ્યાત દ્વારકાધીશ મંદિર સંચાલિત વિશ્રામ ગૃહમાં ઘરફોડી

જુદી-જુદી ચીજવસ્તુઓની ચોરી: સમયાંતરે તસ્કરો ફર્નિચર સહિતનો મુદામાલ ઉસેડી ગયા...

- Advertisement -

સુવિખ્યાત દ્વારકાધીશ મંદિર સંચાલિત વિશ્રામ ગૃહની બંધ ઇમારતમાંથી તસ્કરોએ છેલ્લા આશરે બે મહિનાના સમયગાળા દરમિયાન ટેબલ, ખુરશી, ટીપોઈ, ગાદલા જેવી જુદી-જુદી ચીજવસ્તુઓ ચોરી કરીને લઇ ગયાનો બનાવ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે નોંધાયેલી વિગત મુજબ દ્વારકામાં ઇસ્કોન ગેઈટ પાસે આવેલા અને દ્વારકાધીશ મંદિર સંચાલિત વિશ્રામ ગ્રુહના બંધ ઇમારતના તાળા તોડી, છેલ્લા આશરે બે માસના સમયગાળા દરમિયાન દિવસ અથવા રાત્રીના સમયે કોઇ અજાણ્યા તસ્કરોએ ગેરકાયદેસર રીતે અપપ્રવેશ કરી, આ સ્થળે રાખવામાં આવેલા સ્ટેનલેસસ્ટિલના ત્રણ નંગ ચોરસ ટેબલ, સ્ટેનલેસસ્ટિલના દસ નંગ નાના લંબચોરસ ટેબલ, સ્ટેનલેસસ્ટિલના પાંચ નંગ મોટા લંબચોરસ ટેબલ, અઢીસો નંગ પ્લાસ્ટિકની હાથા વગરની તથા 66 નંગ હાથાવાળી ખુરશી, એકસો નંગ પ્લાસ્ટિકની સનફ્લાવર ખુરશી, 47 નંગ સોફા ટાઈપ હાથા વાળી ખુરશી, 15 નંગ નાની ચોરસ ટીપાઈ, 9 નંગ મોટી ચોરસ ટીપાઈ, 26 નંગ સિંગલ બેડ પલંગ, ત્રણ નંગ સનમાઈકાવાળા કબાટ, લાકડાનો એક ઘોડો, લાકડાના પાંચ પાટલા ઉપરાંત 80 નંગ ગાદલાની ચોરી થયાનું આ વિશ્રામ ગૃહ સંચાલકોના ધ્યાને આવ્યું હતું.

આમ, જુદી જુદી 14 પ્રકારની અને કુલ રૂા.79,600 ની કુલ કિંમતની ચીજ-વસ્તુઓની ચોરી થવા સબબ દ્વારકામાં પીડબલ્યુડી ક્વાર્ટરમાં રહેતા અને નોકરી કરતા રસિકકુમાર ધરમશીભાઈ ખાખરીયા (ઉ.વ. 52) દ્વારા દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે આઈપીસી કલમ 380, 457 વિગેરે મુજબ ગુનો નોંધી, સ્થાનિક પીઆઈ પી.એ. પરમાર દ્વારા તસ્કરોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. દ્વારકાધીશ મંદિર હસ્તકના આ વિશ્રામ ગૃહમાં આટલી બધી ચીજ વસ્તુઓની ચોરી થયાના આ બનાવે ભારે ચકચાર જગાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular