જામનગર શહેરના સેતાવાડ રોડ પર આવેલા એવળિયા મામા સાહેબના સ્થાનકમાં અજાણ્યા તસ્કરોએ દાન પેટી તોડી એક હજારની રોકડની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સેતાવાડ રોડ પર આવેલા એવળિયા મામાસાહેબના સ્થાનકે દિવાલમાં રાખેલી દાન પેટી ગત મંગળવારે મધ્યરાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ તોડીને તેમાંથી રૂપિયા એક હજારની રોકડ રકમ ચોરી કરી લઇ ગયા હતાં આ ચોરી અંગેની અનિરૂધ્ધસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા હેકો જી.વી. ચાવડા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.