જામનગર શહેરની ગ્રેઈનમાર્કેટમાં આવેલી અનાજ કરિયાની દુકાનમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતાં અને રોકડ તથા ડીવીઆર સહિતનો મુદ્દામાલ ચોરી જતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ આરંભી હતી.
એક તરફ ગત રાત્રિથી વરસાદ અવિરત વરસી રહ્યો છે ત્યારે આ વરસાદનો તસ્કરોએ પણ ગેરલાભ ઉઠાવીને જામનગરનીગ્રેઈનમાર્કેટ વિસ્તારમાં આવેલી શિવ અનાજ ભંડાર નામની દુકાનમાં ત્રાટકયા હતાં અને રાત્રિન સમયે દુકાનમાંથી આશરે રૂા.70 હજારની રોકડ રકમ અને ડીવીઆર સહિતનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતાં. ચોરીના બનાવની વેપારી દ્વારા જાણ કરાતા સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ પરથી તપાસનો આરંભ કર્યો હતો.