Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગરની તિરૂપતિ સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી માલમતાની ચોરી

જામનગરની તિરૂપતિ સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી માલમતાની ચોરી

શનિવારે રાત્રિના તસ્કરો ત્રાટકયા : રોકડ અને સોના-ચાંદીના દાગીના ચોરી : 81 હજારની માલમતા ઉઠાવી ગયા : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર શહેર નજીક આવેલી તિરૂપતિ સોસાયટી વિસ્તારમાં આવેલા પુષ્પક પાર્કમાં રહેતા યુવાનના મકાનના મુખ્ય દરવાજા ખોલી રૂમમાં પ્રવેશ કરી તસ્કરોએ સોના-ચાંદીના દાગીના અને પાંચ હજારની રોકડ સહિત કુલ રૂા.81,000 ની માલમતાની ચોરી કરી ગયા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ઢીચડા રોડ પર આવેલી તિરૂપતિ સોસાયટી દરગાહ રોડ પરના પુષ્પક પાર્ક-6 મા સંગમ બંગ્લોઝ મકાન નં.50/13 માં રહેતાં અમરેશકુમાર યાદવ નામના યુવાનના બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી અજાણ્યા તસ્કરો રવિવારની રાત્રિના ત્રાટકયા હતાં. તસ્કરોએ કબાટમાંથી યુવાનની પત્નીના રૂા.20 હજારની કિંમતનો સોનાનો ચેઈન, રૂા.20 હજારની કિંમતનું મંગલસૂત્ર, રૂા.15 હજારની કિંમતના કાનમાં પહેરવાના સોનાના જુમકા, રૂા.18 હજારની કિંમતની સોનાની 5 નંગ બાલી, રૂા.3 હજારની કિંમતના ચાંદીના સાંકળાની ત્રણ જોડી તથા થેલામાં રાખેલી રૂા. 3 હજારની અને પર્સમાં રાખેલી રૂા.2 હજારની રોકડ મળી પાંચ હજારની રોકડ રકમ મળી કુલ રૂા.81 હજારની કિંમતની માલમતાની ચોરી કરી ગયા હતાં.

રવિવારે સવારે ચોરીના બનાવની જાણ થતા યુવાને પોલીસમાં જાણ કરી હતી. જેના અધાારે પીએસઆઈ એમ.એલ. ઓડેદરા તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ પરથી તપાસ આરંભી ચોરીના બનાવમાં ભેદ ઉકેલવા તસ્કરોનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular