જામનગરમાં દરેડ જી.આઈ.ડી.સી. ફેસ-3માં કારખાનામાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઓફિસનું શટર તોડી એક લાખની રોકડ ચોરી જતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં દરેડ જી.આઈ.ડી.સી. ફેસ -3 પ્લોટ નંબર 4192 માં આવેલ મધુરમ ઓવરસીસ નામના કારખાનામાં તસ્કરો ત્રાટક્યા હતા. શનિવારે રાત્રીના સમયે કારખાનાની ઓફીસનું શટર તોડી અંદર પ્રવેશ કરી કારખાનાની ઓફીસમાં ટેબલ ના ખાનામાંથી રૂ 1 લાખની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં. ચોરીના બનાવની જીગ્નેશભાઈ ડાંગરિયા દ્વારા જાણ કરાતા પંચ બી ડીવીઝન પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ પરથી તપાસનો આરંભ કર્યો હતો.