Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના દરેડમાં બંધ કારખાનામાંથી ઇનગોટની ચોરી

જામનગરના દરેડમાં બંધ કારખાનામાંથી ઇનગોટની ચોરી

બે માસ બંધ રહેલાં કારખાનામાંથી તસ્કરો 480 કિલો ઇનગોટ ઉઠાવી ગયા : રૂા.2.28 લાખની ચોરી સંદર્ભે પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી ફેઇસ-2માં આવેલાં બ્રાસપાર્ટના કારખાનામાંથી અજાણ્યા તસ્કરે રૂા.2.28 લાખની કિંમતના બ્રાસના 480 કિલો ઇનગોટની ચોરી કરી ગયાની ફરીયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ જામનગરમાં રણજીત સાગર રોડ પર પટેલ પાર્ક વિસ્તારમાં રહેતાં અને મહાષ્ટ્રના વતની અશોકભાઇ એડેકર નામના યુવાનના દરેડ જીઆઇડીસી ફેઇસ-2માં આવેલાં સી-1/448 નંબરના પ્લોટમાં આવેલાં ગણેશ કાસ્ટ નામના બ્રાસપાર્ટના કારખાનામાંથી બે માસ દરમ્યાન અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી કારખાનામાં રહેલો રૂા.2,28,000ની કિંમતના 480 કિલો બ્રાસના ઇનગોટની ચોરી કરી ગયા હતાં. ત્યારબાદ ગુરૂવારે કારખાનેદાર દ્વારા આ ચોરી થયાની જાણ કરાતા પીએસઆઇ જે.ડી.પરમાર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular