જામનગર-ખંભાળિયા બાયપાસ પર આવેલા પ્રખ્યાત ટી પોસ્ટ કેફેમાં કેશિયર અને કારીગરે તેમની ફરજ દરમિયાન કેસ કાઉન્ટર નીચે રાખેલી લોખંડની તિજોરીમાંથી રૂા.1.33 લાખની રોકડની ચોરી કરી ગયાના બનાવમાં ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર-ખંભાળિયા બાયપાસ પર તુલસી પાર્ટી પ્લોટ પાસે આવેલ ટી પોસ્ટમાંથી કેશિયર તરીકે ફરજ બજાવતા ખંભાળિયાના યુવરાજસિંહ રણજીતસિંહ રાઠોડ અને રાજસ્થાનના ગોવિંદસિંગ લાડુસિંગ રાવત નામના બંને કર્મચારીઓએ એકસંપ કરી શનિવારની રાત્રિના સમયે કેસ કાઉન્ટર નીચે રાખેલી લોખંડના લોકવાળી તીજોરીમાંથી રૂા.1,33,000 ની રોકડ રકમની ચોરી કરી ગયા હતાં. આ અંગેની જાણ થતા ટી પોસ્ટના માલિક રાજકોટના હર્ષ ગોપાલ દસાની દ્વારા પંચ બી પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા હેકો એ એમ જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ તપાસ આરંભી કેશિયર અને કારીગર વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી બંનેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.