Monday, December 23, 2024
Homeરાજ્યકલ્યાણપુરના માળી ગામે પાણીમાં તણાતા યુવાનને ગ્રામજનોએ બચાવ્યો

કલ્યાણપુરના માળી ગામે પાણીમાં તણાતા યુવાનને ગ્રામજનોએ બચાવ્યો

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના માળી ગામે પ્રવેશતા રસ્તા પર આવેલા કોઝ-વે પર ગઈકાલે તાજેતરના વરસાદના કારણે પૂરના પાણીમાં એક યુવાન તણાવવા લાગ્યો હતો. જો કે સ્થાનિક ગ્રામ લોકોએ તેને બચાવ્યો હતો.

- Advertisement -

માળી ગામના પાદરમાંથી વરસાદી પાણીના પ્રવાહમાં ડુબવા લાગતા યુવાનને સ્થાનિક લોકો દ્વારા લાકડા તથા પાઇપની મદદથી બચાવવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખની છે કે ઉપરવાસના પુર તથા ભારે પાણીના કારણે થોડા સમય પૂર્વે એક યુવાન તણાઈને મોતને ભેટ્યો હતો. ત્યારે આ વખતે પણ મોટરસાયકલ સાથે નદીના કોઝ-વે પરથી બાઈક સવાર બે યુવાનો તણાયા હતા. જેને ગ્રામ લોકોએ બચાવી લીધા હતા. આ પરિસ્થિતિ પર આ કોઝ-વે પર પુલ આવે તેવી માંગ ગ્રામજનોમાં ઉઠવા પામી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular