- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મઢી ખાતે રહેતા એક યુવાને આજરોજ સવારે નજીકના રેલવે ટ્રેક પર ઝંપલાવીને આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણ અંગેની જાણવા મળતી વિગત મુજબ ઓખા મઢી ગામે રહેતા જુસબ આમદ રાનિયા નામના આશરે 22 વર્ષના યુવાન દ્વારા ઓખા મઢી ગામ પાસેથીના રેલ્વે સ્ટેશન નજીકથી પસાર થતા રેલવે ટ્રેક પર પડતું મૂકી અને ટ્રેન હેઠળ આવી જતા લોહીલુહાણ હાલતમાં તેણે ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા. આ બનાવ અંગે ઇમરજન્સી 108 ને પણ જાણ કરવામાં આવી હતી. જેથી આ 108 નો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતી. પરંતુ આ યુવાન મૃત હાલતમાં હોવાથી રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. જે સંદર્ભે આગળની તપાસ રેલવે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ આજરોજ સવારે આશરે સાડા સાત વાગ્યે ઓખા મઢી વિસ્તારમાંથી પસાર થતી ઓખા-દહેરાદૂન ટ્રેન હેઠળ ઝંપલાવીને આ યુવાને જિંદગી ટૂંકાવી લીધી હતી. આપઘાતનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આ બનાવે નાના એવા ઓખા મઢી વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરાવી છે.
- Advertisement -