Monday, January 13, 2025
Homeરાજ્યજામનગરમોરઝરનો યુવક પોરબંદર પત્ની સાથે સમાધાન કરવા ગયા બાદ લાપત્તા

મોરઝરનો યુવક પોરબંદર પત્ની સાથે સમાધાન કરવા ગયા બાદ લાપત્તા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાનાની મોેરઝર સીમ વિસ્તારમાં રહેતાં અને ખેતીકામ કરતા પીઠાભાઇ બગડાનો પુત્ર જીતુભાઇ બગડા (ઉ.વ.28) તા.7-11-2021 થી ગુમ થયેલ હોય યુવકના પરિવારજનો દ્વારા શોધખોળ કરવા છતાં પત્તો લાગ્યો ન હતો. જેથી તા.3-3-2022 ના આ અંગે પોલીસમાં જાણ કરી હતી. આ યુવક અંગે કોઇને જાણ મળે તો ભાણવડ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જણાવ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ભાણવડના જીતુભાઈ પીઠાભાઈ બગડાના લગ્ન પોરબંદરના ખીમાભાઈ સીંગરખીયાની દીકરી સાથે થયા હોય બન્ને પતિ-પત્નીને અણબનાવ થતા જીતુભાઈના પત્ની હાલ રીસામણે હોય અને ભરણપોષણનો કેસ ચાલુ હોય, જેથી તેના પત્નીના સંબંધી સમાધાન માટે ફરિયાદીના ઘરે ગયા હતાં. જેથી ગુમ થનાર જીતુભાઈ સમાધાન માટે તેમની સાથે પોરબંદર ગયા બાદ બીજા દિવસે પરત આવ્યા ન હતાં. તેઓ પોરબંદરથી ઘરે જવાનું કહી ઘરે પરત ન આવતા આ અંગે પોલીસમાં જાણ કરાઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular