જામનગર શહેરના ગોકુલનગર વસંત પ્રજાપતિની વાડી પાસે આવેલા મયુરનગરમાં રહેતા યુવકે તેના ઘરે અગમ્યકારણોસર સોમવારે રાત્રિના સમયે સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર શહેરમાં ગોકુલનગર વસંત પ્રજાપતિની વાડી પાસે આવેલા મયુરનગર શેરી નં.6 માં રહેતાં સંજય ઉર્ફે ધનો રમેશભાઈ બાબરિયા (ઉ.વ.20) નામના યુવકે સોમવારે રાત્રિના સમયે તેના ઘરમાં સિમેન્ટની આડીમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ બાબુભાઈ બાબરિયા દ્વારા કરાતા હેકો એ.એન. નિમાવત તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.