Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરસોમવારે કેબીસીની હોટ સીટ પર જોવા મળશે મુળ જામનગરનો યુવાન

સોમવારે કેબીસીની હોટ સીટ પર જોવા મળશે મુળ જામનગરનો યુવાન

- Advertisement -

કૌન બનેગા કરોડપતિના સોમવારના એપીસોડમાં મુળ જામનગરનો હાલારી ભાનુશાળી યુવાન ધવલ અનિલકુમાર નંદા હોટસીટ પર જોવા મળશે. હાલ અમદાવાદમાં સ્થાયી થયેલો આ યુવાન જામનગરનું ગૌરવ વધારશે.

સોમવારે પ્રસારીત થનારા કેબીસીના એપીસોડમાં હોટસીટ સુધી પહોંચનાર ધવલ નંદા વેલોર વીઆઇટી યુનિવર્સિટીમાં બાયો મેડિકલ એન્જિનિયરનો ઉચ્ચ અભ્યાસ કરીને અમદાવાદમાં રેડીયન્ટર માઇન્ડ નામની પેઢી ચલાવે છે. મુળ જામનગરના હાલારી ભાનુશાળી યુવાન હાલ પરિવાર સાથે અમદાવાદ સ્થાયી થયેલો છે અને સહમાલિક તરીકે રેડિયન્ટ માઇન્ડ નામની પેઢી ચલાવે છે. આ પેઢી સમગ્ર ભારત અને વિશ્ર્વમાં પ્રોફેસન્લ મેડિકલ રાઇટીંગના માધ્યમથી થતાં રિસર્ચ પ્રયોગોને સ્થાનિક તેમજ ઇન્ટરનેશનલ જનરલમાં પબ્લીસ કરી આપે છે. આવા પ્રકારના રિસર્ચ તબીબોને દર્દીઓની સારવાર માટે મદદરૂપ થઇ શકે છે. કેબીસીમાં મુળ જામનગરનો યુવાન હોટસીટ સુધી પહોંચ્યો હોય, ભાનુશાળી સમાજ અને જામનગર શહેરનું ગૌરવ વધાર્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular