Monday, December 23, 2024
Homeરાજ્યમોટા આસોટા ગામે પરપ્રાંતિય યુવાન તળાવમાં ડૂબ્યો

મોટા આસોટા ગામે પરપ્રાંતિય યુવાન તળાવમાં ડૂબ્યો

ફાયર વિભાગ દ્વારા ઓપરેશન હાથ ધરાયું

- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે પથ્થરની ખાણથી બનેલા વિશાળ તળાવ જેવા પાણી ભરેલા ખાડામાં ગઈકાલે સોમવારે એક પરપ્રાંતિય યુવાને નાહવા માટે ઝંપલાવ્યું હતું. રમણીક નામના આ પરપ્રાંતિય તળાવ જેવા આ ખાડામાં ગઈકાલે સોમવારે સવારે ઉતરતા ભારે વરસાદ ઉપરાંત વરસાદી પૂરના કારણે અહીં કિચડ છવાઈ જતા આ વ્યક્તિ પાણીમાં લાપતા બની ગયો હતો.
આ અંગેની જાણ ખંભાળિયા ફાયર બ્રિગેડને કરવામાં આવતા અહીંના ચીફ ફાયર ઓફિસર મિતરાજસિંહ પરમાર તથા સ્ટાફ ફાયરના સાધનો સાથે મોટા આસોટા ગામે દોડી ગયા હતા અને ઉપરોક્ત યુવાનની ભાળ મેળવવા મોડી રાત્રે સુધી પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તેનો પતો લાગ્યો ન હતો. આશરે 40 ફૂટ જેટલા ઊંડા અને પાણી ભરેલા આ તળાવ જેવા બની ગયેલા ખાડામાં આ યુવાનને શોધવા માટે રાવલ તેના રહેલી એનડીઆરએફની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. ફાયર બ્રિગેડના તરવૈયાઓ હાલ ઉપરોક્ત યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ સવાર સુધી તેનો પતો લાગ્યો નથી.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular