મધ્યપ્રદેશની ઈન્દોરમાં બગ્સ મિરર નામની કંપની ચલાવતા ઝારખંડના યુવક અમન પાંડેએ ગુગલની લગભગ 300 જેટલી ભૂલો શોધી કાઢી છે.જેના માટે ગૂગલે તેને લગભગ 65 કરોડ રૂપિયા ઈનામ તરીકે આપ્યા છે. અમન પાંડેએ લગભગ 2 મહિના પહેલા ઇન્દોરમાં પોતાની કંપની શરૂ કરી છે, પરંતુ લગભગ 2 વર્ષથી તે ગૂગલમાં છુપાયેલી ખામીઓ શોધવામાં વ્યસ્ત હતો. આ કારણે તેને અત્યાર સુધીમાં 300થી વધુ ભૂલો મળી છે.
બગ્સ મિરર નામની કંપનીમાં લગભગ 15 સભ્યોનો સ્ટાફ છે. તેના કહેવા પ્રમાણે, આ પહેલા સેમસંગ કંપની તેને તેની ભૂલો શોધવા બદલ પુરસ્કાર પણ આપી ચૂકી છે. અમન મૂળ ઝારખંડનો છે. તેણે ભોપાલ NITમાંથી B.Tech કર્યું છે. તેમના પરિવારના સભ્યો હજુ પણ ઝારખંડમાં રહે છે. તેના પિતા સ્ટેશનરીની દુકાન ચલાવે છે.
અમને જણાવ્યું હતું કે જ્યારે હું કોલેજના પ્રથમ વર્ષમાં હતો ત્યારે મને એક એપ મળી હતી જેના દ્વારા કોઈનું લોકેશન ટ્રેસ કરી શકાય છે. અહીંથી મેં વિચાર્યું કે ઘણી કંપનીઓ અને લોકોને ખબર નથી કે તેઓ જે એપ ચલાવી રહ્યા છે તેમાં ઘણી ખામીઓ છે. આ ખામીઓને દૂર કરવા માટે સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યા છે.
ગલ તેની પ્રોડક્ટ્સમાં બગ્સ શોધવા માટે દર વર્ષે આવો પ્રોગ્રામ ચલાવે છે. તાજેતરમાં જ ગૂગલે તેના 2021 પ્રોગ્રામ વિશે માહિતી જાહેર કરી હતી જેમાં વિશ્વભરમાંથી 100 જેટલા ટેકનિકલ નિષ્ણાતોએ ભાગ લીધો હતો. આ તમામ નિષ્ણાતોને ગૂગલ દ્વારા 65 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું છે