Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરડ્રાઈવિંગનો ધંધો ચાલતો ન હોવાથી યુવાને જિંદગી ટૂંકાવી

ડ્રાઈવિંગનો ધંધો ચાલતો ન હોવાથી યુવાને જિંદગી ટૂંકાવી

જામનગરમાં રહેણાંક મકાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા : પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ

- Advertisement -

જામનગર શહેરમાં ફોરેસ્ટ ઓફિસ સામે આવેલા મહેશ્ર્વરીનગરમાં રહેતાં અને છૂટક ડ્રાઈવિંગ કરતા યુવાનનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી મનમાં લાગી આવતા ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ફોરેસ્ટ ઓફિસ સામે આવેલા મહેશ્ર્વરીનગર ચોક નંબર 3 માં રહેતાં ચંદ્રેશભાઈ ડાયાભાઈ પરમાર (ઉ.વ.35) નામના યુવાન છૂટક ડ્રાઈવિંગ કરતો હતો પરંતુ થોડા સમયથી તેનો ડ્રાઈવિંગનો ધંધો સરખો ચાલતો ન હોવાથી અવાર-નવાર ચિંતામાં રહેતો હોય. જે બાબતનું મનમાં લાગી આવતા રવિવારે વહેલીસવારના સમયે તેના ઘરે લોખંડના પાઈપમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મુકેશભાઇ દ્વારા જાણ કરાતા 108ની ટીમે સ્થળ પર પહોંચી જઇ યુવાનને મૃત જાહેર કર્યો હતો. જેના આધારે પીએસઆઈ કે.એન. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular