Tuesday, May 30, 2023
Homeરાજ્યહાલારપત્ની રીસામણે જતા બાળકોની ચિંતામાં યુવાન પિતાએ જિંદગી ટૂંકાવી

પત્ની રીસામણે જતા બાળકોની ચિંતામાં યુવાન પિતાએ જિંદગી ટૂંકાવી

શનિવારે ગળેફાંસો ખાઇ આત્મહત્યા : કાલાવડ તાલુકાના લલોઇ ગામનો બનાવ : કાલમેઘડામાં પાણી ભરવા જતાં પડી જવાથી મહિલાનું મોત

- Advertisement -

કાલાવડ તાલુકાના લલોઈ ગામમાં રહેતા યુવાનની પત્ની દોઢ માસથી રીસામણે જતી રહેતા બાળકોની ચિંતામાં ગુમસુમ રહેતાં યુવાનને મનમાં લાગી આવતા તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામમાં રહેતી મહિલા પાણી ભરવા જતા સમયે ચકકર આવતા પડી જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના લલોઇ ગામમાં રહેતાં અને મજૂરી કામ કરતા રમેશ રાજાભાઈ મહિડા (ઉ.વ.40) નામના યુવાનની પત્ની દોઢ માસ પહેલાં ચાલી ગઈ હતી અને ત્યારબાદથી બાળકોની ચિંતામાં થોડા દિવસોથી ગુમસુમ રહેતા યુવાનને મનમાં લાગી આવતા શનિવારે રાત્રિના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવની જાણ રાણીબેન મહિડા દ્વારા કરાતા હેકો પી.કે. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામમાં રહેતા સુનીતાબેન રઘુભાઈ વાઘેલા (ઉ.વ.37) નામની મહિલા 20 દિવસ પહેલાં તેના ગામમાં ઘરેથી પાણી ભરવા માટે જતી હતી તે દરમિયાન રસ્તામાં ચકકર આવતા પડી જતા પેટના ભાગે ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત મહિલાને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન શનિવારે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની સંજયભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ જે.આર. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular