Sunday, September 8, 2024
Homeરાષ્ટ્રીયવિશ્વની સૌથી લાંબી રિવર ક્રુઝ ‘ગંગા વિલાસ’ને લીલી ઝંડી

વિશ્વની સૌથી લાંબી રિવર ક્રુઝ ‘ગંગા વિલાસ’ને લીલી ઝંડી

51 દિવસમાં 3200 કિલોમીટરનું અંતર કાપશે : 27 નદી પર પ્રવાસ કરશે

- Advertisement -

દેશને આજે ગંગા વિલાસ ક્રૂઝના રુપમાં એક નવી ભેટ મળી છે. આજે પીએમ નરેન્દ્ર મોદી વિડ્યો કોન્ફરન્સના માધ્યમથી વારાણસીમાં ગંગા નદીના કિનારે દુનિયાની સૌથી લાંબી રિવર ક્રૂઝ એમવી ગંગા વિલાસને લીલી ઝંડી આપી હતી. આ તેમણે સાથે ટેંટ સીટીનું પણ ઉદ્ઘાટન કર્યું હતુ. પીએમઓના કાર્યાલયના જણાવ્યા મુજબ આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી 1000 કરોડ કરતા પણ વધારે રુપિયાની અન્ય જળમાર્ગ પરિયોજનાનું પણ ઉદ્ઘાટન કર્યું છે.

- Advertisement -

એમવી ગંગા વિલાસ વારાણસીથી તેની યાત્રા શરુ કરશે અને 51 દિવસમાં લગભગ 3200 કિલોમીટરની દુરી નક્કી કરશે. આ ક્રૂઝ બાંગ્લાદેશ થઈને આસામના ડિબ્રુગઢ પહોંચશે. આ દરમિયાન આ ક્રૂઝ ભારત અને બાંગ્લાદેશમાં વહેતી કુલ 27 નદી પર પ્રવાસ કરીને તેમના નિર્ધારિત સ્થળ પર પહોંચશે. ગંગા વિલાસ ક્રૂઝના માધ્યમથી 50 પર્યટક સ્થળો એકબિજાથી જોડાશે. રિવર ક્રૂઝ ગંગા વિલાસમાં યાત્રા કરવા માટે વિદેશી સહેલાણીઓ વારાણસી પહોંચી ચુક્યા છે અને આજે તેમની પહેલી ટુકડી રવાના થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular