Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયવિશ્વનું વિશાળ વૃક્ષ આપે છે એક સાથે 10,000 લોકોને છાયો

વિશ્વનું વિશાળ વૃક્ષ આપે છે એક સાથે 10,000 લોકોને છાયો

વૃક્ષને 2880 જેટલા મુળ અને 3300 જેટલી વડવાઈઓ છે

- Advertisement -

સામાન્ય રીતે એક વૃક્ષની નીચે 15 થી 20 લોકો આરામથી બેસે છે. પરંતુ કોલકતા પાસે હાવડામાં 250 વર્ષ જૂના અને 4.7 એકરમાં પથરાયેલા એક બનીયન ટ્રી નીચે 10 હજારથી વધુ લોકો બેસી શકે છે.

- Advertisement -

જગદીશચંદ્ર બોટોનિકલ ગાર્ડનમાં ઉગેલા આ વૃક્ષનો ઘેરાવો 486 મીટર જેટલો છે. ઘેરાવો વધતા ડાળીઓને ટેકા લગાડવામાં આવ્યા છે. જેની સૌથી ઉંચી બ્રાંચ 24.5 મીટરની છે. આ વૃક્ષને 2880 મુળ અને 3300 જેટલી વડવાઈઓ છે.

આ વૃક્ષનો ઘેરાવો ક્રિકેટના ગ્રાઉન્ડ કરતા પણ વધારે છે. જેથી ગીનીશબુક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું છે. આ વૃક્ષને બોટાનિક ગાર્ડનમાં સાત લોકોની ટીમ સંભાળે છે.

- Advertisement -

આ વડની વડવાઈઓની ખાસીયત છે કે તે વધીને જમીનમાં માટી સાથે જકડરાઈને વૃક્ષને મજુબત બનાવે છે. જેને ઉગાડયું હશે તેને કલ્પના પણ નહીં કરી હોય કે આ વિશાળ વૃક્ષ એ અનેક પક્ષીઓનું નિવાસસ્થળ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular