દુનિયાભરમાં ટેકનોલોજીનો એટલો ઝડપી વિકાસ થઇ રહ્યો છે, કે અમુક વખત તો માનવી અકલ્પનીય વસ્તુઓને પણ સાકાર બનાવી દે છે. આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક લકવાગ્રસ્ત દર્દીએ બોલ્યા વગરકે ટાઈપ કાર્ય વગર મગજના વિચારો મારફતે એક ટ્વીટ કર્યું છે. મગજના વિચારોને શબ્દોમાં પરિવર્તિત કરનાર આ દર્દી ઓસ્ટ્રેલીયાના રહેવાસી છે.
ઓસ્ટ્રેલીયાના લકવાગ્રસ્ત દર્દી ફિલિપ ઓ’કિફની ઉંમર 62 વર્ષ છે. તેઓએ ટ્વીટ કર્યું, “ હેલ્લો વર્લ્ડ, નાનું ટ્વીટ, મોટી સિદ્ધિ” આ ટ્વીટ ફીલીપે સિંક્રોન કંપનીના સીઇઓ થોમસ ઓક્સ્લીના ટ્વીટર હેન્ડલથી કર્યું છે. સાથે જ તેઓએ ડોકટરોને પણ ધન્યવાદ કહ્યું છે.
hello, world! Short tweet. Monumental progress.
— Thomas Oxley (@tomoxl) December 23, 2021
ડોકટરોએ આ દર્દીના મગજમાં મગજમાં પેપરક્લિપનું પ્રત્યારોપણ કર્યું છે. સિંક્રોન કંપનીએ તેના મગજમાં માઇક્રોચીપ લગાવીને દર્દીના વિચારોને શબ્દોમાં બદલવાની ટેકનીક વિકસાવી છે. ફિલિપના મગજમાં લગાવેલી આ માઇક્રોચીપ મગજના સંકેતોને વાંચે છે. પછી તે વિચારોનું વિશ્લેષણ કરે છે. અને તે નિર્દેશોને સમજીને તેને શબ્દોમાં પરિવર્તિત કરે છે. દર્દીએ જ્યારે આ ટેકનોલોજી વિષે સાંભળ્યું ત્યારે તેઓ ખુશ થયા અને તેમણે કહ્યું કે આ ટેકનોલોજીને એક વખત સમજી લઇએ તો તેનો ઉપયોગ કરીને વિચારોને શબ્દોમાં પરિવર્તિત કરવું મારા માટે સામાન્ય રહેશે. થોમસ ઓક્સલીએ જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય એવા લોકોને આ ટેક્નોલોજી દ્વારા સુવિધાઓ પૂરી પાડવાનો છે કે જેઓ શારીરિક અને માનસિક વિકલાંગતાના કારણે બીજાની મદદથી જીવે છે. તેણે કહ્યું, “હું આશા રાખું છું કે હું લોકો માટે વિચારો દ્વારા કંઈક લખવાનું કે ટ્વિટ કરવાનું સરળ બનાવી શકીશ.”