Sunday, December 14, 2025
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયવિશ્વને મળ્યો કલાઇમેટ ચેન્જનો પ્રથમ દર્દી

વિશ્વને મળ્યો કલાઇમેટ ચેન્જનો પ્રથમ દર્દી

જાણો…કોણ છે આ દર્દી ? અને શું છે તેની તકલીફ ?

- Advertisement -

આખરે વિશ્વને પહેલો કલાઇમેટ ચેન્જનો દર્દી મળી આવ્યો છે. કેનેડાની એક વૃધ્ધ મહિલા કલાઇમેટ ચેન્જ(જળવાયુ પરિવર્તન)ને કારણે બિમાર થનાર વિશ્ર્વની પહેલી મહિલા બની ગઇ છે.આ મહિલાને શ્ર્વાસ લેવામાં તકલીફ ઉપરાંત સ્વાચ્થ સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે તેની સારવાર કરી રહેલાં તબિબોએ પ્રથમ વખત કલાઇમેટ ચેન્જ શબ્દ પ્રયોગ કર્યો છે.

આ મહિલાની તપાસ કુટને લૈક હોસ્પિટલના ડોક્ટર કાઈલ મેરિટ કરી હતી. ડો. મેરિટના જણાવ્યા પ્રમાણે આ વર્ષના શરૂઆતમાં જોવા મળેલી ગરમ હવાને કારણે આ મહિલાને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલાની બધી સમસ્યા હવે ગંભીર બનાવા લાગી છે. પ્રાત માહિતી અનુસાર આ મહિલાની ઉંમર 70 વર્ષની આસપાસ છે અને તે અસ્થમાંથી પીડિત છે.

લુના કારણે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા આ વર્ષે કેનેડા અને હું. એસા કેટલાક ભાગોમાં રેકોર્ડબ્રેક હીટવેવ પડી હતી. જેના કારણે અહીં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા. એકલા બ્રિટિશ કોલંબિયામાં હીટસ્ટ્રોકના કારણે 233 લોકોના મોત થયા હતા. તેની પાછળતું કારણ ક્લાઈમેટ ચેન્જ હોવાનું માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, ખૂબ વધુ તાપમાન પહેલાથી બીમાર લોકોની સ્થિતિ વધુ ખરાબ કરી શકે છે.

જળવાયુ પરિવર્તન 21મી સદોના સૌથી મોટા સ્વાસ્થ્ય જોખમોમાંનું એક ક્લાઈમેટ ચેન્જ પર થોડા મહિના પહેલા બહાર પડેલા ઈન્ટર-ગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જના રિપોર્ટમાં તેને માનવતા માટે ખતરનાક સ્થિતિ ગણાવવામાં આવ્યું છે. રિપોર્ટ સૂચવે છે કે 1970થી અત્યાર સુધીમાં વૈશ્વિક સપાટીના તાપમાનમાં જેટલો વઘારો થયો છે, તે છેલ્લા 2000 વર્ષમાં કોઈ પણ અન્ય 50 વર્ષના સમયગાળાની તુલનામાં વધુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular