તાજેતરમાં યોજાશયેલ ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલમાં ભારતીય ટીમનો ઓસ્ટે્રલિયા સામે પરાજય થયો હતો. ત્યારે જામસાહેબ દ્વરારા એક નિવેદનમાં જણાવ્યું છે કે, ભારતમાં વર્લ્ડકપ રમાઈ રહ્યો હતો અને ભારત જીતી ન શકયું તે દુ:ખની વાત છે. ઓસ્ટ્રેલીયાની ફિલ્ડીંગ પણ સારી રહી હતી.
કોઇપણ મેચ હારવામાં કોઇ શરમની બાબત હોતી નથી. ક્રિકેટ એક રમત છે. જેમાં બે ટીમમાંથી એક જીતે છે અને એક હારે છે. પરંતુ અત્યંત દુ:ખની વાત એ હતી કે, ભારતમાં વર્લ્ડ કપ રમાઈ રહ્યો હતો અને ફાઇનલમાં પહોંચ્યા પછી ભારત જીતી ન શકયું. આ એક મોટી તક હતી જે ગુમાવી બેઠા!
બંને ટીમની બેટીંગ અને બોલીંગ તો સરખી જ હતી. તેમાં કોઇ ટીમ એક બીજાથી ચઢિયાતી નહોતી. વાત હતી ફિલ્ડીંગની કે જેમાં ઓસ્ટે્રલિયાનો દેખાવ ભારત કરતા સારો હતો. ફિલ્ડીંગ માટે ખેલાડીઓની ઉભવાની સ્થિતિની ફાળવણી અપેક્ષા મુજબ નહોતી. ફિલ્ડર્સને જ્યારે ઉભા રાખવામાં આવે છે ત્યારે ત્રણ બાબતો મહત્વની હોય છે .
ફિલ્ડર એક રન રોકવા માટે છે અથવા ચા રરન રોકવા અથવા ધારણા મુજબનો ભૂલથી ફટકારાયેલો કેચ ઝીલવા.
મોટાભાગના ભારતીય ફિલ્ડર્સ આ બાબતોને અનુસારી રહ્યા ન હતાં. જ્યારે ઓસ્ટ્રેલિયન્સઆ અગત્યની બાબતોને ચૂકયા નહોતા. તેમ સૌરાષ્ટ્ર ક્રિકેટ કલબના પુર્વ કપ્તાન જામસાહેબે એક નિવેદનમાં જણાવ્યું છે.


