જામનગર તાલુકાના ફલ્લા ગામમાં આવેલી ઓઇલ મીલમાં મજૂરી કામ કરતા પ્રૌઢે આર્થિક ભીંસથી કંટાળીને લોખંડના એંગલમાં ટુવાલ વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, મૂળ રાજસ્થાનના બાલમેરા જિલ્લાના કોનરા ગામનો વતની અને હાલ જામનગર તાલુકાના ફલ્લા ગામમાં આવેલી જય બાલાજી ઓઇલ ઈન્ડસ્ટ્રીઝમાં મજુરી કામ માટે આવેલા અગ્રારામ ઠાકરારામ મેઘવાર (ઉ.વ.51) નામના પ્રૌઢ ઘણાં સમયથી ધંધા અર્થે ગુજરાતમાં આવ્યાં હતાં. પરંતુ કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી પરિવારને આર્થિક રૂપથી મદદથી થઈ શકતા ન હોવાથી આર્થિંક ભીંસના કારણે શુક્રવારે સવારના સમયે તેની ઓરડીમાં લોખંડના એંગલમાં ટુવાલ વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે શ્રવણભાઈ મેઘવાર દ્વારા જાણ કરાતા હેકો જે.ડી. મેઘનાથી તથા સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.