જામનગરના આઈએનએસ વાલસુરા ખાતે રવીવારના રોજ મહિલાઓમાં જાગૃત્તિ અને શિક્ષણ પ્રત્યે પ્રચાર કરવાના હેતુથી તેમજ જો અમે પણ કરી શકીએ તો તમે પણ કરી શકો છો તે ઉદ્દેશથી આઈએસએસ વાલસુરાની મહિલાઓ દ્વારા હિલ્સ ઓન વ્હીલ્સ સ્લોગન હેઠળ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જામનગરના સાંસદ પુનમબેન માડમ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ “વુમન્સ કાર રેલી” નો પ્રારંભ કરાવ્યો હતો. અને વાલસુરાની મહિલાઓ દ્વારા જાતે કાર ચલાવીને જામનગર જીલ્લાના 5 ગામડાઓ જેમાં મોટી ખાવડી, પડાણા, સિક્કા, બેડ અને વસઇ ખાતે જઇ શાળાની વિદ્યાર્થીનીઓને મહિલા શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી વિદ્યાર્થીનીઓને ઇન્ડીયન ફોર્સમાં જોડવાની તેમજ નેવી ના મહિલા ઓફિસરોને સાથે રાખીને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઉપરાંત છોકરીઓ અભ્યાસ માટે પ્રેરાય તે હેતુ થી બુક, પેન્સિલ, પોસ્ટર્સ અને ટીવીનું વિતરણ કરવામાં આવ્યું હતું. 9 કાર દ્વારા નેવીના વિવિધ ક્ષેત્રની 50 મહિલાઓ સાહિત ઓફીસરોએ સવારથી સાંજ સુધી મહિલા સશક્તિકરણના ભાગ રૂપે આ આયોજન કરવામાં આવ્યું હતું. અને બાદમાં કાર રેલીમાં ભાગ લીધેલી સશક્ત મહિલાઓને નેવી દ્વારા મેડલ આપી સન્માનિત કરવામાં આવી હતી.