Monday, December 23, 2024
Homeરાજ્યહાલારપુત્રના પ્રેમ લગ્નથી વ્યથિત માતાએ જિંદગી ટૂંકાવી

પુત્રના પ્રેમ લગ્નથી વ્યથિત માતાએ જિંદગી ટૂંકાવી

એક માસ પૂર્વે પુત્રએ અન્ય જ્ઞાતિની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા : આ પ્રેમલગ્નથી ચિંતામાં રહેતી માતાનો ગળેફાંસો ખાઈ આત્મહત્યા

- Advertisement -

દ્વારકામાં હનુમાન મંદિર પાસેના વિસ્તારમાં રહેતી પ્રૌઢાએ તેના પુત્રએ અન્ય જ્ઞાતિની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા બાદ ચિંતામાં તેણીનાં ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં હનુમાન મંદિર વાળી શેરીમાં રહેતા ધનીબેન રાણાભાઈ ચાનપા નામના 54 વર્ષના મહિલાએ બુધવારે રાત્રિના સમયે પોતાના ઘરે રૂમમાં છત પરના પંખાના હુકમાં દોરી બાંધી અને ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો.

મૃતક ધનીબેનના પુત્રએ આજથી આશરે એક માસ પૂર્વે પોરબંદર રહેતા એક અન્ય જ્ઞાતિના પરિવારની છોકરી સાથે ભાગીને લગ્ન કર્યા હોય, આના કારણે તેઓ ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેતા હોવાથી તેણીએ આ પગલું ભર્યું હોવાની જાણ મૃતકના પતિ રાણાભાઈ લખમણભાઈ ચાનપા (ઉ.વ. 59) એ દ્વારકા પોલીસને કરી છે. જે સંદર્ભે પોલીસે જરૂરી નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular