Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરવિશ્વ આખું યોગ મગ્ન

વિશ્વ આખું યોગ મગ્ન

વિશ્વભરના લોકો કરી રહ્યાં છે યોગ સાધના : રક્ષામંત્રી રાજનાથસિંહે આઇએનએસ વિક્રાંત પર કર્યા યોગ : રાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છા

- Advertisement -

વસુધૈવ કુટુંબકમની થીમ પર સમગ્ર વિશ્ર્વ આજે 9મો આંતરરાષ્ટ્રિય યોગ દિવસ ઉજવી રહ્યું છે. વિશ્ર્વના ખૂણે-ખૂણે તેમજ ભારતમાં કાશ્મીરથી ક્ધયાકુમારી સુધી લોકો યોગમગ્ન બન્યા છે. એક વિશ્ર્વ એક પરિવારની ભાવના સાથે ઉજવાઇ રહેલાં યોગ દિવસ દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે અમેરિકામાં ન્યુર્યોક સ્થિત સંયુકત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ કાર્યક્રમનું નેતૃત્વ કરશે. બીજી તરફ જામનગર સહિત સમગ્ર રાજયમાં બાળકોથી માંડીને બુર્ઝુગો યોગમાં લીન થયા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટિવટર પર લોકોને યોગ કરવાની અપીલ કરવા સાથે યોગ દિવસની દરેકને શુભેચ્છા પાઠવી હતી. તેમણે યોગને આપણી સંસ્કૃતિની મહાન સિધ્ધિઓ પૈકીની એક ગણાવી હતી.

- Advertisement -

યોગ એ સમગ્ર વિશ્ર્વને ભારતની એક મહાન ભેટ છે. રક્ષામંત્રી રાજનાથસિંઘે આઇએનએસ વિક્રાંત જહાજ પર યોગના પ્રયોગ કર્યા હતા. જયારે નૌ સેનાએ ઓસનરિંગ ઓફ યોગાની રચના કરી હતી. નૌકાદળના 19 જહાજો પર 3500 ખલાસીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રિય જળમાં યોગના રાજદૂત તરીકે 35000 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. મુખ્મયંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં યોજાયેલાં રાજયકક્ષાના યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. હાલારના સાંસદ પૂનમબેન માડમે પણ જામનગરમાં આયોજિત એક યોગ કાર્યક્રમમાં ભાગ લઇને યોગ સાધના કરી હતી. તો દેશની રાજકીય હસ્તીઓએ જુદી-જુદી જગ્યાએ યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. લદાખ તેમજ રાજસ્થાન સરહદ પર સેનાના જવાનોએ વિષમ પરિસ્થિતિમાં પણ યોગ પ્રદર્શન કર્યુ હતું. જયારે વિદેશમાં પણ યોગનું મહત્વ સમજી ગયેલા લોકોએ જુદા-જુદા દેશોમાં જુદી-જુદી જગ્યાએ યોગ દિવસની યોગ સાધના સાથે ઉજવણી કરી હતી.

યોગ એક વૈશ્વિક આંદોલન બની ગયું છે – મોદી

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ દિવસ નિમિત્તે અમેરિકાથી ભારતવાસીઓને સંબોધિત કર્યા. પીએમ મોદીએ કહ્યું કે હું વીડિયો મેસેજ દ્વારા તમારી સાથે જોડાઈ રહ્યો છું, પરંતુ હું યોગ કરવાના કાર્યક્રમથી ભાગી રહ્યો નથી. ભારતીય સમય અનુસાર આજે સાંજે સાડા પાંચ વાગ્યે હું સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં એક વિશાળ યોગ કાર્યક્રમમાં સામેલ થઈશ. ભારતના આહ્વાન પર વિશ્ર્વના 180 થી વધુ દેશોનું એકઠા થવું એ ઐતિહાસિક અને અભૂતપૂર્વ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ દિવસના અવસર પર કહ્યું, તમને યાદ હશે કે જ્યારે 2014માં યુએન જનરલ એસેમ્બલીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ આવ્યો ત્યારે રેકોર્ડ સંખ્યામાં દેશોએ તેનું સમર્થન કર્યું હતું. ત્યારથી લઈને આજ સુધી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના માધ્યમથી યોગ એક વૈશ્ર્વિક આંદોલન બની ગયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular