જામજોધપુર તાલુકાના વસંતપુર ગામની પ્રાથમિક શાળા પાસેના માર્ગ પરથી પસાર થતા ટ્રેકટરના ચાલકે તેનું ટ્રેકટર બેફીકરાઇથી ચલાવતા ટ્રેકટરમાં બેસેલા તરૂણનું પડી જતાં ટ્રેકટર ટ્રોલની પાછળના વ્હીલમાં ચગદાઈ જતાં મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના હોથીજી ખડબા ગામમાં રહેતાં રસીકભાઇ હાજાભાઈ કંટારિયા નામના ખેતી કામ કરતા યુવાનનો પુત્ર જયદીપ (ઉ.વ.15) નામનો તરૂણ ગત શનિવારે સવારના સમયે અરશી મારખી ડાંગરના ટે્રકટર જીજે-10-એએમ-6341 માં બેસીને જતો હતો તે દરમિયાન ચાલક અરશીભાઈએ તેનું ટ્રેકટર બેફીકરાઇથી ચલાવતા વસંતપુર ગામની પ્રાથમિક શાળા નજીક પહોંચ્યા ત્યારે જયદીપ ચાલુ ટ્રેકટરમાંથી નીચે પટકાયો હતો અને તે સમયે ટ્રેકટરની ટ્રોલીના પાછલા વ્હીલમાં ચગદાઈ જતાં ગંભીર ઈજા પહોંચતા બેશુધ્ધ થઈ ગયો હતો. બુશુધ્ધ હાલતમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા રસીકભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ કે.સી.વાઘેલા તથા સ્ટાફે ટ્રેકટર ચાલક અરશી વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.