- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. 1 જાન્યુઆરીની લાયકાતની તારીખના સંદર્ભે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં કરવામાં આવેલી કામગીરી અંતર્ગત આ જિલ્લામાં જેન્ડર રેશીયો 937 નો હોતો. જે આ ઝુંબેશમાં મહિલા મતદારોનું પ્રમાણ વધવાથી 944 જેટલો નોંધપાત્ર વધારો થયો છે. આ ઊપરાંત જિલ્લાનો ઈ.પી. રેશીયો 69.70 ટકા હતો. જે આ ઝુંબેશમાં નોંધપાત્ર વધારો થઇને 71.25 ટકા જેટલો થયો છે.
જિલ્લામાં 18-19 વય જૂથ મતદારોનું પ્રમાણ 0.98 હતુ. જે નવા યુવા મતદારો નામ નોંધણી થવાથી વધીને તેનું પ્રમાણ 2.06 જેટલુ થયું છે.
આ ઉપરાંત જિલ્લામાં ગત્ તા. 3 ના વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરી, દિવ્યાંગ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેના માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાબતે કામગીરીની સમિક્ષામાં કુલ 9107 માંથી દિવ્યાંગ મતદારોની મતદારયાદીમાં નોંધણી(ફ્લેગિંગ) 8742 થઈ છે. જે ફ્લેગિંગની કામગીરી 95.99 ટકા જેટલી કામગીરી પૂર્ણ કરાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ અંતર્ગત બુધવાર તા. 5 જાન્યુઆરીના મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવેલ છે. જિલ્લાના 648 મતદાન મથકો પર બીએલઓ પાસે જઈ મોટી સંખ્યામાં લોકોએ મતદારયાદીમાં પોતાના નામ સરનામામાં ફેરફાર તેમજ નવયુવાન મતદારો પોતાના નામ ઉમેરવા કાર્યવાહી કરી હતી.
જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા કુલ 33,056 ફોર્મ મેળવવામાં આવ્યા હતા. જેમાં ખંભાળિયા વિધાનસભા મતવિસ્તારમાં 9936 મતદારો તથા દ્વારકા વિધાનસભા મતવિસ્તારમાં 8587 મતદારોના નામ ઉમેરવા માટે કુલ 18,523 ફોર્મ મળ્યા હતા. જ્યારે ખંભાળિયામાં 2,387 અને દ્વારકામાં 3,292 મળી, કુલ 5679 ફોર્મ નામ કમી માટે મળ્યા હતા.
NVSP, VHA અને VoterPortal પર 720 ફોર્મ ઓનલાઈન મળ્યા હતા. ફોર્મ નં. 6 ના 18,523 મળેલ ફોર્મ પૈકી 18-19 વયજૂથમાં 8717 જે યુવા મતદાર માટે મળેલ ફોર્મ નં. 6 ના 46.65 ટકા થાય છે. આ તમામ નવા નોંધાયેલા મતદારોને ભારતના ચુંટણી પંચ દ્વારા ચુંટણી ઓળખકાર્ડ આપવામાં આવશે. જે આગામી વિધાનસભા સામાન્ય ચુંટણીમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
આ ઝુંબેશ દરમિયાન બી.એલ.ઓ. દ્વારા ગરુડા એપ્લિકેશનમાં ફોર્મ નં 6, 7, 8, 8-કની કુલ 14,784 ફોર્મની એન્ટ્રી કરવામાં આવી હતી. મતદાર યાદી સુધારણા ઝુંબેશ અન્વયે મળેલ તમામ ફોર્મસના હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવેલ અને ચૂંટણી પંચ દ્વારા તા. 5 જાન્યુઆરી 2022ના રોજ આખરી મતદાર યાદીની પ્રસિધ્ધિ કરવામાં આવેલ. જેમાં કુલ 18,523 મતદારોનો ઉમેરો અને 5,679 મતદારો કમી થયા હતા.
આમ, જિલ્લામાં કુલ 12,844 મતદારોનો વધારો થયો છે. જેમાં ખંભાળિયામાં 7549 અને દ્વારકામાં 5,295 મતદારોનો ઉમેરો થયો છે.
જિલ્લામાં કુલ 182 ELC કલબ, 399 ચુનાવ પાઠશાળા, 93 વોટર અવેરનેશ ફોરમ, 10 કોલેજના 17 કેમ્પસ એમ્બેસેડર મારફત સ્વીપ એકટીવીટી અંતર્ગત જિલ્લાની તમામ કોલેજમાં 18-19 વય-જૂથના યુવા વિધાર્થીઓ માટે મતદાર નોંધણીના ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના તમામ બી.એલ.ઓ., સુપરવાઈઝર, નાયબ મામલતદાર અને તમામ ચાર તાલુકા મામલતદાર, ચાર તાલુકા વિકાસ અધિકારી, બે પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લાની ચૂંટણી શાખાની ટીમ દ્વારા જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરના માર્ગદશન હેઠળ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
આ ઝુંબેશમાં સહભાગી થયેલા તમામ રાજકીય પાર્ટી, સ્વીપ ગ્રુપ, કલાકારો, રમતવીરો અને સેવા ભાવિ સંસ્થાઓ, પ્રેસ મીડિયા, ઇલે. મીડિયા અને સોશ્યિલ મીડિયાનો સહકાર સાંપડ્યો હતો.
આ ઝુંબેશ દરમિયાન મતદારયાદી રોલ ઓબ્ઝર્વર આઈ.એ.એસ. આલોક કુમાર પાંડે દ્વારા જિલ્લાના મતદારયાદી સાથે સંકળાયેલ અધિકારી, કર્મચારીઓ સાથે બેઠક કરી જરૂરી માર્ગદશન આપ્યું હતું. જિલ્લાના જુદા-જુદા મતદાન મથકોની મુલાકાત પણ લીધી હતી. ખાસ ઝુંબેશના દિવસો દરમિયાન જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર, નાયબ જિલ્લા ચુંટણી અધિકારી, મામલતદાર (ચુંટણી) અને મતદાર યાદી સ્ટાફ દ્વારકા જિલ્લાના વિવિધ સ્થળો પર આવેલા મતદાન મથકો પર મુલાકાત કરી, જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
- Advertisement -