Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરકેન્દ્રીય બજેટ દેશ માટે વિકાસનું ગ્રોથ એન્જિન બનશે : ધારાસભ્ય હકુભા

કેન્દ્રીય બજેટ દેશ માટે વિકાસનું ગ્રોથ એન્જિન બનશે : ધારાસભ્ય હકુભા

વર્ષ 2022ના કેન્દ્રીય બજેટને આવકારતા ધારાસભ્ય

- Advertisement -

કેન્દ્રીય નાણામંત્રી નિર્મણા સીતારામન દ્વારા કેન્દ્રીય બજેટ-2022ને જામનગર 78ના ધારાસભ્ય ધમેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા) આવકારતા જણાવ્યું હતું કે, કેન્દ્રીય બજેટમાં ગુજરાતની નદીઓને જોડવાની યોજનાનો સમાવેશ કરાયો છે તે ખુબ આનંદની વાત છે. આ ઉપરાંત લોકોના ઘરના ઘરનું સપનુ સાકાર કરવા માટે 80 લાખ નવા ઘર ગરીબ પિરવારોને આપવામાં આવશેે. જે યોજના પણ મહત્વની બની રહેશે. સૌથી મહત્વની બાબત એ છે કે નલથી જળ યોજના થી 3.8 કરોડ પિરવારોને આવરી લેવાયા છે. તેમજ આ યોજનાથી લોકોને ઘર-ઘર સુધી પીવાનું પાણી મળી રહેશે.

- Advertisement -

દેશમાં સૌપ્રથમવાર નવી 400 વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન અપાશે. વર્તમાન સમયમાં ડિજિટલ શિક્ષ્ણનો યુગ હોય ત્યારે કેન્દ્ર સરકારની યોજના ખુબ આવકારદાયક બનશે. આ ઉપરાંત કેન્દ્રીય બજેટમાં ઈલેકટ્રોનીક ઉપકરણો, સ્ટીલ, જુતા-ચંપલ અને ચામળાની વસ્તુઓની ડયુટીમાં ફેરફાર થવાથી સસ્તા બનશે. કરદાતાઓ માટે રીર્ટનમાં સુધારો કરવા માટે ર વર્ષનો સમય આપ્યો છે તે પણ એક સારી વાત છે.

આવનારા સમયમાં ક્રિપ્ટો કરન્સીની આવક નવી ઉભી કરવાનું આયોજન કર્યું છે. રાજયોને ફાળવેલ સામાન્ય ૠણ કરતાં વધુ પ0 વર્ષની વ્યાજ મુક્ત લોન આપવામાં આવશે. ખાસ કરીને દિવ્યાંગોને ટેક્ષમાં રાહત આપવામાં આવી છે. સહકારી ક્ષત્રોમાં ટેક્ષ ઘટાડીને 15 ટકા કર્યો છે અને સરચાર્જ 12 ટકાથી ધટાડીને 7 ટકા કરવામાં આવ્યો છે. નાના અને મધ્યમ ઉદ્યોગો માટે રૂા 6,000 કરોડની જાહેરાત કરવામાં આવી છે. સ્ટાર્ટઅપના લાભ 1વર્ષ માટે લંબાવવામાં આવ્યા છે. દેશમાં ડિજિટલ કરન્સી લોન્ચ કરવામાં આવશે. આ ઉપરાંત પોસ્ટ ઓફિસોમાં ATMની સુવીધા કાર્યરત થશે. ઈલેકટ્રોનીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે દેશભરમાં ચાર્જીગ સ્ટેશનો વધારવામાં આવશે. આ રીતે કેન્દ્રીય બજેટ દેશ માટે નવી વિકાસની ઉચાઇઓનું ગ્રોથ એન્જીન બનશે. આમ કેન્દ્રીય નાણાં મંત્રીના બજેટને જામનગર 78ના ધારસભ્ય ધર્મેન્સિંહ એમ. જાડેજા (હકુભા) આવકાર સાથે અભિનંદન આપ્યા હતા.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular