Saturday, December 6, 2025
Homeરાજ્યખંભાળિયા નજીક બે ટ્રક વચ્ચે ટક્કરમાં સિમેન્ટ ભરેલો ટ્રક સળગ્યો

ખંભાળિયા નજીક બે ટ્રક વચ્ચે ટક્કરમાં સિમેન્ટ ભરેલો ટ્રક સળગ્યો

ખંભાળિયા શહેરની નજીક જામનગર દ્વારકા ધોરીમાર્ગ પર આજરોજ કોલસા ભરીને જઈ રહેલા એક ડમ્પર અને આ માર્ગ પણ જઈ રહેલા સિમેન્ટ ભરેલા એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર પ્રકારના અકસ્માતનામાં સિમેન્ટ ભરેલો ટ્રક બળીને ખાખ થઇ ગયો હતો.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા નજીકના લાલપુર બાયપાસ ચોકડી પાસે દ્વારકાથી જામનગર તથા તરફ જતા માર્ગ પર કોલસા ભરેલું એક ડમ્પર આજરોજ સવારે આશરે છએક વાગ્યે જામનગર તરફ જઈ રહ્યું હતું, ત્યારે દલવાડી ચોકડી પરથી હાઈવે માર્ગ તરફ ચડતા સિમેન્ટ ભરેલા એક ટ્રક અને કોલસા ભરેલા ડમ્પર વચ્ચે ટક્કર સર્જાઇ હતી. આ અકસ્માતમાં સિમેન્ટ ભરેલા ટ્રકમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી અને થોડી જ વારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં આ ટ્રક આગની ઝપટમાં ચડી ગયો હતો.
આ બનાવ અંગેની જાણ ફાયર વિભાગ અધિકારી મિતરાજસિંહ પરમારને કરવામાં આવતા ફાયર સ્ટાફના જવાનોએ ફાયર ફાઈટર સાથે દોડી જઈ અને સતત એકાદ કલાકની જહેમતથી આગ પર કાબુ મેળવ્યો હતો.
કોલસા સાંભળેલું ડમ્પર સોમનાથ તરફ જતું હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના સ્થળે પસાર થતા એક વીજપોલ સાથે વાહનની પણ થઈ હતી. આગનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આ બનાવ બનતાં પોલીસ સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. ચઢતા પહોરે ટ્રક અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માત તેમજ આગના બનાવે થોડો સમય ભય સાથે દોડધામ કરાવી દીધી હતી. સદ્દભાગ્યે મોટી જાનહાની થતાં અટકી હતી. જેથી સૌકોઈએ રાહતનો દમ ખેંચ્યો હતો.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular