Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરUSDT ક્રિપ્ટો કરન્સી વેંચાણના નામે છેતરપિંડી આચરતી ત્રિપુટી ઝડપાઇ - VIDEO

USDT ક્રિપ્ટો કરન્સી વેંચાણના નામે છેતરપિંડી આચરતી ત્રિપુટી ઝડપાઇ – VIDEO

- Advertisement -

જામનગર શહેરમાં રહેતાં વેપારી યુવાનને ફેસબુકમાં ‘યુએસડીટી ક્રિપ્ટો ટે્રડર’ નામની ક્રિપ્ટો કરન્સી વેંચવાની ફેક પ્રોફાઈલ બનાવી બોગસ ઈન્ટરનેશનલ નંબરમાંથી ચેટ કરી 4.95 લાખની છેતરપિંડીના બનાવમાં સાયબર ક્રાઈમે ત્રણ ચિટરોને દબોચી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રહેતા વેપારી યુવાનને ફેસબુકના માધ્યમથી ‘યુએસડીટી ક્રિપ્ટો ટે્રડર’ ના નામે ક્રિપ્ટો કરન્સી વેંચવાની ફેક પ્રોફાઈલ બનાવી સેલર તરીકેની ઓળખ આપી બોગસ ઈન્ટરનેશનલ નંબર પરથી વોટસએપ દ્વારા ચેટ કરી ડોલરની સામે ‘યુએસડીટી ક્રિપ્ટો કરન્સી’ આપવાના નામે વિશ્ર્વાસમાં લઇ 50%માં કરન્સી અપાવી દેવાના બહાને લલચાવી વેપારી પાસેથી રૂા.4.95 લાખની છેતરપિંડીના બનાવમાં નોંધાયેલી ફરિયાદના આધારે જામનગર સાયબર ક્રાઈમ પોલીસે તપાસ આરંભી હતી. આ તપાસમાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે એન ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી પી ઝા તથા સ્ટાફે ઈન્ટવેસ્ટીગેશન શરૂ કર્યુ હતું.

- Advertisement -

તપાસ દરમિયાન પો.કો. કારુભાઇ વસરા દ્વારા ક્રિપ્ટો કરન્સીના વેંચાણની ડીટેઇલ મંગાવી તેના આધારે અમદાવાદ-સુરેન્દ્રનગરમાં હોવાની શકયતાના આધારે હેકો પ્રણવ વસરા, પો.કો. કારુ વસરાને લોકરક્ષક દળના વીકી ઝાલા સહિતના સ્ટાફે વિજય ઉર્ફે વિરાજ ઠાકરશી કણઝારીયા (રહે. વસ્તળી ગામ તા. વઢવાણ, જિ. સુરેન્દ્રનગર), વનરાજસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ (રહે. વસ્તળી ગામ તા. વઢવાણ, જિ. સુરેન્દ્રનગર) અને વિપુલ ધીરુ લોજસરા (રહે.કોરડા તા.ચુડા, જિ.સુરેન્દ્રનગર) નામના ત્રણ શખ્સોને દબોચી લીધા હતાં. પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરાતા વિજય ફેસબુક આઈડીના આધારે ઓછા ભાવની લાલચ આપી ઈન્ટરનેશનલ નંબર પરથી વાતચીત કરી મીટીંગ ગોઠવતો હતો અને આ મીટીંગ વનરાજસિંહ તથા વિપુલ સાથે કરાવી દીધા બાદ રૂપિયા ટ્રાન્સફર કરાવતો હતો અને ત્યારબાદ ટેકનીકલ ઇશ્યૂ બતાવી ભોગ બનનારનો નંબર બ્લોક કરી દેતો હતો જ્યારે વનરાજસિંહ અને વિપુલ નામના બંને શખ્સો વિજયે ફસાવેલા વ્યકિત સાથે મિટિંગ કરી વિશ્ર્વાસમાં લઇ પૈસા ટ્રાન્સફર કરાવતા હતાં. વિજય કણઝારિયા વિરૂધ્ધ વર્ષ 2022 માં લીંબડી પોલીસ સ્ટેશનમાં બીટકોઇનનો ગુનો અને વિપુલ લોજસરા વિરૂધ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં બે તથા લીંબડીમાં એક ખાણખનિજનો તથા જોરાવરનગર અને ચીલોડામાં પ્રોહિબીશનના કેસ તથા બોટાદમાં પાસા હેઠળ કાર્યવાહી થઈ હતી. ત્રણેય ઠગ ટોળકી દ્વારા ફેસબુક અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર ક્રિપ્ટો ઈન્વેસ્ટમેન્ટના નામે જાહેરાત કરી સેલર તરીકેને ઓળખ આપ્યા બાદ ફેક આઈડી બનાવતા હતાં તેમજ રોકાણની ઈચ્છા ધરાવતા ગ્રાહકો સાથે વોટસએપ અને મેસેન્જર દ્વારા વાતચીત કર્યા બાદ મળવા બોલાવતા હતાં અને ત્યાબાદ ઈન્ટરનેશનલ નંબર પરથી ફોન કર્યા બાદ ટેકનીકલ ઈશ્યૂના નામે પૈસા આપવામાં આનાકાની કરતા હતાં. એક વખત રોકાણ કરાવી લીધા પછી ક્રિપ્ટો કરન્સી આપતા ન હતાં અને વોટસએપમાં નંબર બ્લોક કરી છેતરપિંડી આચરતા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular