Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયભારતમાં વધી રહ્યો છે 'મુહૂર્ત ડિલિવરી' નો ટ્રેન્ડ...

ભારતમાં વધી રહ્યો છે ‘મુહૂર્ત ડિલિવરી’ નો ટ્રેન્ડ…

જાણીને આશ્ર્ચર્ય થશે પરંતુ હવે હોસ્પિટલો પોતાની સેવાના લીસ્ટમાં મુહૂર્ત ડિલીવરીની ફેસીલીટીનો પણ સમાવેશ કરતા થઈ ગયા છે. શું ત્યારે ભારતમાં ‘મુહૂર્ત ડિલિવરી’નો ટ્રેન્ડ વધી રહ્યો છે.??? લોકો હોસ્પિટલો અને ડોકટરો પાસેથી મુહૂર્ત ડિલીવરીની વિનંતી કરી રહ્યા છે. ત્યારે શું છે માતા અને બાળક માટે જોખમી છે ? જાણીએ…

- Advertisement -

જ્યારે લોકો જાન્યુઆરી 2024 માં અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ -પ્રતિષ્ઠાની તારીખ હતી ત્યારે સગર્ભ સ્ત્રીઓ પર 22 જાન્યુઆરી એ બાળકોને જન્મ આપવા માટે હોસ્પિટલોમાં કતારોમાં ઉભી હતી આમ તેમના બાળાકોનો જન્મ શુભ સમય અને તારીખે કરાવવાનો ટ્રેન્ડ ભારતમાં પણ વધી રહ્યો છે.

હવે ભારતમાં પણ હોસ્પિટલો અને ડોકટરોને આવી વિનંતીઓ કેમ મળી રહી છે ?? કેટલાંક કિલનિકોએ તો તેમની સેવા યાદીમાં મુહુર્ત ડિલિવરીનો પણ સમાવેશ કર્યો છે. ત્યારે ડોકટરો કહે છે કે વૈકલ્પિક સી સેકશન પર વધતી જતી નિર્ભરતને કારણે તે વધુ પ્રચલિત બન્યું છે. તેણી ઉમેરે છે કે ઘણી પહેલીવાર જન્મ આપતી માતાઓ અગાઉથી આયોજન કર્યા પછી સી સેકશનનો વિકલ્પ પસંદ કરે છે. તેથી ડિલિવરી માટે યોગ્ય સમય નકકી કરવો પણ તેમના માટે વધુ તાર્કિક લાગે છે.

- Advertisement -

ત્યારે એક સવાર ઉઠે છે કે માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે તે કેટલું જોખમી છે ? ત્યારે ડોકટર કહે છે કે જો માતા – પિતા બાળક પૂર્ણ – અવધિ (37 અઠવાડિયાથી ઓછા) થાય તે પહેલાં અકાળ ડિલિવરીનો આગ્રહ રાખે છે. જો સંકોચન કુદરતી રીતે શરૂ થાય છે. પરંતુ માતા-પિત તે દિવસે ડિલીવરીનો ઇન્કાર કરે છે. તો તે બાળક અને માતા બન્ને માટે સમસ્યાઓ ઉભી કરી શકે છે. કેટલાંક કિસ્સાઓમાં લોકો નોર્મલ ડિલીવરી શકય હોય ત્યારે પણ સિઝેરીયનનો આગ્રહ રાખે છે. જેથી બાળકનો જન્મ ચોકકસ સમયે થાય. આ વધુ હાનિકારક છે. કા.કેા. બિનજરૂરી સર્જિકલ પ્રક્રિયાઓ માતા માટે ચેપ અને રોગનું જોખમ વધારે છે.

ડોકટર કહે છે કે જ્યારે મુહૂર્ત પ્રસુતિઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તમારા બાળકના ભલા માટે તમે કોઇ પુજારી કે જ્યોતિષીની સલાહને અનુસરવા લલચાતા હોય છે. પરંતુ તેના બદલે બળકના જન્મની ક્ષણ કરતા વધારે તેના ભવિષ્ય માટે સારું સ્વાસ્થ્ય અને સારી સંભાળ વધુ મહત્વની છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular