Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં કુલ વેક્સિનડોઝનો આંક 4 કરોડને પાર, દેશનું ત્રીજું રાજ્ય

ગુજરાતમાં કુલ વેક્સિનડોઝનો આંક 4 કરોડને પાર, દેશનું ત્રીજું રાજ્ય

રસી માટે કુલ 4.93 કરોડની પાત્રતા : 4.06 કરોડમાંથી 3.07 કરોડ દ્વારા પ્રથમ ડોઝ, 98.74 લાખ દ્વારા બંને ડોઝ લેવાયા

- Advertisement -

ગુજરાતમાં કોરોના રસીકરણના કુલ ડોઝનો આંક હવે 4 કરોડને પાર થઇ ગયો છે. રાજ્યમાં 18 વર્ષથી વધુ વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 4.93 કરોડમાંથી અત્યારસુધી 3.07 કરોડ દ્વારા પ્રથમ ડોઝ અને 98.74 લાખ દ્વારા બીજો ડોઝ લેવાયો છે. આમ, કુલ 4.06 ડોઝ દ્વારા વેક્સિનેશન થયું છે.

ગુજરાતમાં હજુ 31.80 લાખ લોકો એવા છે જેમણે કોરોના વેક્સિનનો એકપણ ડોઝ લીધો નથી. દેશમાં કુલ સૌથી વધુ રસીકરણમાં ગુજરાત 5.87 કરોડ સાથે મોખરે, મહારાષ્ટ્ર 4.98 કરોડ સાથે બીજા, ગુજરાત ત્રીજા, મધ્ય પ્રદેશ 3.81 લાખ સાથે ચોથા અને રાજસ્થાન 3.7ે9 લાખ સાથે પાંચમાં સ્થાને છે. ગુજરાતમાં અત્યારસુધી 18-44 વયજૂથમાં 1.91 કરોડનું, 45-60 વયજૂથમાં 1.28 કરોડનું જ્યારે 60થી વધુ વયજૂથમાં 87.98 લાખનું રસીકરણ થયું છે.

અત્યાર સુધીમાં 2.22 કરોડ પુરુષ-1.84 કરોડ મહિલાઓ દ્વારા કોરોના વેક્સિન લેલામાં આવી છે. સોમવારે જ્યાં સૌથી વધુ રસીકરણ થયું હોય તેમાં સુરત કોર્પોરેશન 53014 સાથે મોખરે, બનાસકાંઠા 47165 સાથે બીજા, અમદાવાદ 32078 સાથે ત્રીજા, આણંદ 30681 સાથે ચોથા અને દાહોદ 22742 સાથે પાંચમાં સ્થાને છે. કુલ રસીકરણમાં અમદાવાદ 43.30 લાખ સાથે મોખરાનું સ્થાન ધરાવે છે જ્યારે સુરત કોર્પોરેશન 33.38 લાખ સાથે બીજો અને બનાસકાંઠા 19.32 લાખ સાથે ત્રીજો ક્રમ ધરાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular