Sunday, December 7, 2025
Homeરાજ્યજામનગરમોટીહવેલીના બેટીજીના વિવાહ પ્રસ્તાવનો ત્રિ-દિવસિય મહોત્સવનો આજથી પ્રારંભ

મોટીહવેલીના બેટીજીના વિવાહ પ્રસ્તાવનો ત્રિ-દિવસિય મહોત્સવનો આજથી પ્રારંભ

જામનગરની મોટી હવેલીનાં ગાદીપતિ પૂ.પા.ગો.108શ્રી હરિરાયજી મહારાજનાં આત્મજ પૂ.પા.ગો. વલ્લભરાયજી મહોદયનાં આત્મજ ચિ. ગો. શ્યામારાજા બેટીજીનાં શુભ વિવાહ પ્રસ્તાવનો ઉત્સવ કારતક વદ આઠમ, નોમ અને દસમનાં તા. 5, 6 અને 7 ડિસેમ્બરનાં મ્યુનિ. કોર્પોરેશન મેદાન, શ્રીજી હોલ પાછળ, મેહુલનગર ટેલિફોન એક્સચેન્જ રોડ, જામનગરમાં નિર્ધારીત કરવામાં આવેલ છે. કારતક વદ આઠમ, નોમ અને દસમનાં યોજાનાર ત્રિ-દિવસીય મહોત્સવનો આવતીકાલથી આરંભ થવા જઈ રહ્યો છે. ત્યારે મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ઉત્સવનાં સ્થળ મા તા. 5-12ના નિશ્ચય તાંબુલ (બડી સગાઈ), તા. 6-12નાં બપોરે વૃદ્ધિની સભા તથા સાંજે શુભ વિવાહ અને તા. 7-12નાં બડી પઠોની (વિદાઈ) સહિતનાં કાર્યક્રમ યોજાશે. બેટીજીના શુભવિવાહ પ્રસ્તાવનાં પગલે અને ત્રિ-દિવસીય ઉત્સવને પગલે બહારગામથી વૈષ્ણવોનું પણ મોટા પ્રમાણમાં આગમન થયું છે. ગઈકાલના વિશેષ કાર્યક્રમના ભાગ રૂપે હાલારી રાસ યોજવામાં આવ્યો હતો. જેમાં વૈષ્ણવો ભાઈ બહેનો દ્વારા આ રાસમાં બહોળી સંખ્યામાં જોડાયા હતા. તેમજ પૂ. ગોસ્વામીજીઓ પણ આ રાસમાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular