કોરોનાની બીજી લહેર બાદ હવે લોકોના મનમાં ત્રીજી લહેર (corona third wave) અંગે સવાલો થઇ રહ્યાં છે. આવામાં એક રિપોર્ટમાં ત્રીજી લહેર અંગે દાવો કરાયો છે. જે અનુસાર ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આ મહિને એટલે કે ઓગસ્ટમાં જ આવી શકે છે. જ્યારે ઓક્ટોબર મહિનામાં ત્રીજી લહેર પીક પર હશે.
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, કોરોનાને લઇને આ ભવિષ્યવાણી સંશોધકોએ ગણિતના મોડલના આધારે કરી છે. આમાં આઇઆઇટી હૈદરાબાદ અને કાનપુરના મધુકુમલ્લી વિદ્યાસાગર અને મનિન્દ્ર અગ્રવાલ સામેલ હતા. કોરોનાની બીજી લહેરને લઇને તેમની આશંકા સચોટ રહી હતી.
સંશોધનકર્તાનું કહેવું છે કે, કોરોનાને ઘાતક થતો રોકવા માટે રસીકરણની ગતિ વધારવી પડશે. જ્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની 17,06,598 વેક્સિન આપવામાં આવી છે, જે બાદ કુલ વેક્સિનેશનનો આંકડો 47,22,23,639 થઇ ગયો છે. બીજી લહેરમાં રોજના 4 લાખ કેસ સામે આવતા હતા, પછી 7 મે બાદ કોરોનાના કેસ ધીમે-ધીમે ઘટ્યાં હતાં. તેમનું કહેવું છે કે, ત્રીજી લહેર (corona third wave)માં કોરોનાના કેસ કેટલા વધશે તે મહારાષ્ટ્ર અને કેરળ અથવા વધુ કેસ ધરાવતાં રાજ્યોની સ્થિતિ પર નિર્ભર છે.
આ મહિને આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર
ઓક્ટોબરમાં હશે પીક પર : કોરોનાની બીજી લહેર બાદ હવે લોકોના મનમાં ત્રીજી લહેર અંગે સવાલો