Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરકાલાવડમાં રૂા.5.94 લાખના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો, શું કહ્યું ડીવાયએસપીએ ? -...

કાલાવડમાં રૂા.5.94 લાખના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો, શું કહ્યું ડીવાયએસપીએ ? – VIDEO

જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં આવેલી ‘મંગલમ જ્વેલર્સ’ દુકાનમાંથી રૂ. 5.94 લાખના સોનાના દાગીનાની થયેલી ચોરીનો ભેદ કાલાવડ પોલીસ દ્વારા ઉકેલવામાં આવ્યો છે.

- Advertisement -

તપાસ દરમિયાન રાજકોટ નિવાસી દંપતી-કિશન નટુભાઈ સોલંકી અને તેની પત્ની પૂજાબેન કિશનભાઈ સોલંકીને ઝડપી લેવામાં આવ્યા છે, જયારે મુખ્ય આરોપી કિરણબેન પોપટભાઈ સોલંકી હાલ ફરાર છે અને પોલીસ તેની શોધખોળમાં છે.

- Advertisement -

ઘટનાની વિગતો અનુસાર, ગયા અઠવાડિયે કિરણબેન ગ્રાહક બનીને દુકાનમાં પ્રવેશી હતી અને વેપારીની નજર ચૂકવીને કાઉન્ટર પર પડેલો રૂ. 5,93,854ની કિંમતના સોનાના દાગીનાનો ડબ્બો ચોરી લઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી હતી.

ચોરી બાદ કિરણબેન તેના પુત્ર અને પુત્રવધૂ સાથે રીક્ષામાં નાસી ગઈ હતી. ઘટનાના ચક્રવ્યૂહમાં દંપતીની પણ સંડોવણી હોવાની પુષ્ટિ થતાં બંનેને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી 3 તોલા સોનું, રૂ. 1.40 લાખ રોકડ, રૂ. 10,000 કિંમતનો મોબાઈલ ફોન અને એક રીક્ષા કબજે કરી છે. આરોપી દંપતીના 2 દિવસના રિમાન્ડ મળ્યા છે અને આગળની પૂછપરછ ચાલી રહી છે. મુખ્ય આરોપી કિરણબેનની ધરપકડ માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.આ કેસમાં વધુ ખુલાસાની શક્યતાઓ વચ્ચે પોલીસનીકામગીરીશરૂછે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular