જામનગર શહેરમાં સાત રસ્તા સર્કલ પાસે આવેલા જેટકોના ગોડાઉનમાંથી 240 મીટર કેબલની અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સાત રસ્તા સર્કલ પાસે આઇટીઆઇ સામે આવેલા જેટકો કમ્પાઉન્ડમાં રાખેલા એલ.ટી. એરીયર કેબલના ડ્રમ પૈકીના એક ડ્રમમાંથી રૂા.10814 ની કિંમતનો 240 મીટર કેબલ વાયર અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતાં. આ અંગેની જેટકોના કર્મચારી આશિષભાઈ ત્રિવેદી દ્વારા જાણ કરાતા હેકો એમ.આર. ડાંગર તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસ આદરી હતી.