12 વર્ષ પહેલાં શરૂ થયેલી પવિત્ર રિશ્તા સિરિયલ ઘણી લોકપ્રિય હતી. આ શોમાં સુશાંત સિંહ રાજપૂત લીડ રોલમાં હતા. તેણે માનવનો રોલ કર્યો હતો. બાદમાં આ રોલ હિતેન તેજવાણીએ ભજવ્યો હતો. હવે આ નવા શોમાં માનવના રોલમાં શાહીર શેખ જોવા મળશે. અને અર્ચનાનો રોલ અંકિતા લોખંડે ભજવશે.
જે ટીવી સિરિયલથી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે લોકપ્રિયતા મેળવી હતી, તે શોની બીજી સીઝન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. જેમાં અંકિતા લોખંડે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, પરંતુ સુશાંતની જગ્યાએ, લોકપ્રિય અભિનેતા શહિર શેખ જોવા મળશે. આવી સ્થિતિમાં સુશાંતના ઘણા ચાહકો પણ આ વાત પર ગુસ્સે છે કે કોઈ પણ તેનું સ્થાન લઈ શકશે નહીં.આ દરમિયાન, ‘પવિત્ર રિશ્તા 2’ નું પહેલું ટીઝર બહાર આવ્યું છે.જેમાં પવિત્ર રિશ્તાની જૂની ટ્યુન સંભળાઈ રહી છે.
અંકિતા અને શાહિરે થોડા દિવસ પહેલા જ આ સિરિયલનું શૂટિંગ શરૂ કરી દીધું છે. અંકિતાએ કલેપ બોર્ડ સાથેનો ફોટો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.